Pazhassi Raja
vishaldevdhar29 Swatantra Bharat
vishaldevdhar29 Swatantra Bharat
vishaldevdhar29 Swatantra Bharat
vishaldevdhar29 Swatantra Bharat
: દર વર્ષે ૨૧ નવેમ્બરનાં દિવસને “વિશ્વ ટેલિવિઝન દિવસ” તરીકે ઉજવવામાં આવે છે..
: ડિસેમ્બર ૧૭, ૧૯૯૬ નાં રોજ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ ૨૧ નવેમ્બરને “વિશ્વ ટેલિવિઝન દિવસ” તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી..
: તે વર્ષનાં પ્રારંભમાં પ્રથમ વિશ્વ ટેલિવિઝન ફોરમ યોજાઇ હતી..(વર્ષ ૧૯૯૬ દરમિયાન..)
: સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તમામ સભ્યોને શાંતિ, સુરક્ષા, આર્થિક અને સામાજિક વિકાસ તેમજ સાંસ્કૃતિક પરિવર્તન અને વૃદ્ધિ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા ટેલિવિઝન કાર્યક્રમોનાં વૈશ્વિક વિનિમયને પ્રોત્સાહિત કરીને આ દિવસની ઉજવણી કરવા આમંત્રણ આપ્યું હતું..

: વિશ્વ ટેલિવિઝન દિવસ એ સરકારો, સંગઠનો અને વ્યક્તિઓ દ્વારા સમાજનાં પ્રભાવિત એવા મહત્વપૂર્ણ મુદ્દાઓ અને ઘટનાઓ વિશે નિરપેક્ષ માહિતી પ્રદાન કરવામાં તેમજ ટેલિવિઝન મીડિયાનાં વિકાસને ટેકો આપવાની પ્રતિબદ્ધતાઓ અને સાથે નવીકરણ કરવાનો દિવસ છે..
: ટેલિવિઝન સાંસ્કૃતિક વિવિધતા અને સામાન્ય સમજને પ્રોત્સાહન આપે છે તેમજ તે લોકશાહી વચ્ચેની કડી છે અને સામાજિક, રાજકીય તેમજ આર્થિક વિકાસમાં પણ ટેલિવિઝનની આગવી ભૂમિકા રહેલ છે..
: ટેલિવિઝનનાં શોધકો :-
૧) જ્હોન લોગી બેઅર્ડ/John Logie Baird..
૨) ફિલો ફર્ન્સવર્થ/Philo Farnsworth..
૩) ચાર્લ્સ ફ્રાન્સિસ જેનકિન્સ/Charles Francis Jenkins..
: જય હિંદ 🇮🇳
: માહિતીનો સ્રોત :- ઈન્ટરનેટ..
મૌલિક ઠાકર ✍️
(𝓜𝓪𝓾𝓵𝓲𝓴 𝓣𝓱𝓪𝓴𝓪𝓻)
સલીમ અલી (૧૨ નવેમ્બર ૧૮૯૬ – ૨૦ જૂન ૧૯૮૭) એ ભારતીય પક્ષીવિદ અને પ્રકૃતિવિદ હતા. તેઓ બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા છે. સમગ્ર ભારતના પક્ષીઓની નોંધણી કરનારા સલીમ અલી પહેલા ભારતીય હતા. તેમણે પક્ષીઓ વિષે સંખ્યાબંધ પુસ્તકો પણ લખ્યા છે. ભરતપુર પક્ષી અભયારણ્ય એ સલીમ અલીની દેન છે.

સીડની ડીલ્લોન રીપ્લે ની સાથે મળીને તેમણે “હેન્ડબુક ઓફ ધ બર્ડ્સ ઓફ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન” ના દસ દળદાર ભાગ તૈયાર કર્યા. જેની બીજી આવૃતિ તેમના મૃત્ય બાદ પ્રકાશિત કરવામાં આવી. ૧૯૫૮ માં પદ્મભૂષણ અને ૧૯૭૬ માં પદ્મવિભૂષણ એમ ભારતના અનુક્રમે ત્રીજા અને બીજા સૌથી ઉચ્ચ નાગરિક સન્માન તેમણે મેળવ્યાં. પક્ષીઓની કેટલીક જાતિઓ, કેટલાંક પક્ષી અભયારણ્યો અને સંસ્થાઓને તેમનું નામ અપાયું છે.
પ્રારંભિક જીવન :-
સલીમ અલી એ મૂળ ખંભાતના સૂલેમાની વ્હોરા હતા. તેમનો જન્મ મુંબઈ ખાતે થયો હતો. ૧૮૫૭થી તેમનો પરિવાર મુંબઇ ખાતે સ્થાયી થયો હતો. તેઓ તેમના પિતા મોઈઝુદ્દીનના નવમા અને સૌથી નાના સંતાન હતા. જન્મના પહેલાં વર્ષે જ એમણે પિતાનું છત્ર ગુમાવી દીધું અને ત્રીજા વર્ષે તેમના માતા ઝિનત– ઉન– નિસા પણ ખુદાને પ્યારા થઈ ગયાં. માતાપિતાના નિધન બાદ તેઓ તેમના નિ:સંતાન મામા અમીરુદ્દીન તૈયબજી અને મામી હમીદાની સાથે ખેતવાડી, મુંબઈ ખાતે રહેવા લાગ્યાં. તેમના અન્ય એક સંબંધી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની અબ્બાસ તૈયબજી હતાં. અલીને શરુઆતમાં શિકાર વિષયક પુસ્તકોમાં બહુ જ રસ હતો. તેમના પાલક અમીરુદ્દીનએ તેમના આ રસને પીઠબળ આપ્યું. અલી આસપાસના બાળકો સાથે પક્ષીઓના શિકારની રમત રમતાં. તેમના બાળપણના એ વખતના ભેરુઓમાં દૂરના પિતરાઇ ઇસ્કન્દર મિર્ઝા પણા હતા જે વર્ષો પછી પાકિસ્તાનના પહેલાં રાષ્ટ્રપતિ બનેલાં. એક વાર એરગનથી રમતાં રમતાં એક પક્ષી ને ઢાળી દીધું. મૃત પક્ષીને જોઇ તેમને બાળસહજ જિજ્ઞાસા થઇ. મૃત રંગીન ચકલીને જોઇને તેમના મામા અમીરુદ્દીન કે જેઓ બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટીના સભ્ય હતા એમની જિજ્ઞાસા સંતોષવા અલીને ‘બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી’ના મંત્રી મિ. મિલાર્ડ પાસે લઇ ગયા. ત્યાં તેમણે પંખીઓના વિધ વિધ નમૂના અને પુસ્તકો જોયાં. મિલાર્ડે તેમણે કેટલાંક પક્ષી વિષયક પુસ્તકો પણ ભેટ આપ્યાં જેમાં ઇહા દ્વારા લિખિત બોમ્બેના સામાન્ય પક્ષીઓનો (કોમન બર્ડ્સ ઓફ બોમ્બે) પણ સમાવેશ થતો હતો. આ ઉપરાંત મિલાર્ડે તેમને પક્ષીઓનો સંગ્રહ બનાવવા માટે પ્રેર્યાં. સાથોસાથ મૃત પક્ષીઓને કેમ જાળવવાં, તેમની છાલ કેમ ઉતારવી તે વિષેની પ્રાથમિક સમજ આપી. આમ, એક બાળસહજ જિજ્ઞાસા એક બાળમનને પક્ષી વિશારદ બનાવી ગઇ. આ બાબતનો ઉલ્લેખ તેમણે તેમની આત્મકથા “ધ ફોલ ઓફ સ્પેરોમાં” કર્યો છે.
ફક્ત ૧૦ વર્ષની ઉંમરથી જ તેમણે એક ડાયરી નિભાવી હતી જેમાં તેમણે પોતાના પક્ષી અવલોકનો વિશે લખ્યું હતું. એરગનથી પક્ષીના શિકારની ઘટના સંદર્ભે તેઓ નોંધે છે કે કેવી રીતે મૃત નર પક્ષીના સ્થાન પર અન્ય નર પક્ષી ગોઠવાઇ ગયું હતું. સલીમ અલીનું પ્રાથમિક શિક્ષણ ગીરગામ ખાતે ઝેનાના બાઇબલ એન્ડ મેડિકલ મિશન ગર્લ્સ હાઇસ્કૂલમાં તેમની બે પિતરાઇ બહેનો સાથે થયું અને ત્યારબાદનું શિક્ષણ સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુબંઈથી લીધું. ૧૩ વર્ષની ઉંમરે તેમને લાંબા સમયના માથાના દુ:ખાવાની ફરિયાદ રહી જેની અસર તેમના શરુઆતના શિક્ષણ પર પડી. તેમની તબિયતના કારણે તેમને સિંધનું સૂકું વાતાવરણ મદદરુપ થશે એમ સમજાવી તેમના કાકા જોડે સિંધ મોકલાયા. આમ, શિક્ષણમાં સતત વિક્ષેપ છતાં તેઓ ૧૯૧૩માં બોમ્બે યુનિવર્સિટીમાંથી મેટ્રીકની પરીક્ષા પાસ કરવામાં સફળ રહ્યાં.
બર્મા અને જર્મની :-
સલીમ અલીનું શરુઆતનું શિક્ષણ તૂટક અને વિક્ષેપવાળું રહ્યું જેથી તેમણે અભ્યાસ અધૂરો છોડીને તેમની કૌટુબિંક ખાણોની સંભાળ રાખવા તવોય, બર્મા ખાતે મોકલી દેવાયાં. આ ખાણોમાંથી મળી આવતુ ટંગસ્ટન ખાસ કરીને યુદ્ધના સાધનો કે શસ્ત્રોને પરત ચડાવવામાં ઉપયોગી હતું. ખાણોની આસપાસના જંગલોના પ્રાકૃતિક સૌદર્યએ અલીને તેમના પર્યાવરણપ્રેમ અને શિકારના શોખને ઉત્તેજન આપ્યું. ૧૯૧૭માં ભારતમાં પાછા ફર્યા. ત્યારબાદ તેમણે દાવર્સ કોલેજ ઓફ કોમર્સમાં વ્યવસાયલક્ષી કાયદા અને નામાના વિષયો લઈને ફરીવાર અભ્યાસ શરુ કર્યો. પરંતુ તેમના રસને પિછાણીને ફાધર એથેલબર્ટ બ્લેટરે તેમને પ્રાણીશાસ્ત્ર વિષયમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં દાખલો અપાવી દીધો. સવારના સત્રમાં દાવર્સ કોલેજના લેક્ચર્સ પૂરા કરી પછીના સમયમાં પ્રાણીશાસ્ત્રનો અભ્યાસ કરતાં. આ સમયગાળામાં , ડિસેમ્બર ૧૯૧૮માં તેમના લગ્ન તહેમીના સાથે થયાં. ઝૂઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયામાં ઓર્નિથોલોજીસ્ટ (પક્ષી વિશેષજ્ઞ) ની જગ્યા એ ફક્ત એટલે ન મેળવી શક્યા કારણકે એમની પાસે વિદ્યાપીઠની પદવી ન હતી. પછીથી તે પદ એમ.એલ. રૂનવાલ એ સંભાળ્યું હતું. ૧૯૨૬માં મુંબઈ ખાતેના પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમમાં નૈસર્ગિક ઇતિહાસ નો નવો વિભાગ શરુ કરવામાં આવ્યો જ્યાં તેમની માસિક ૩૫૦ રુપિયાના પગારમાં માર્ગદર્શક અધ્યાપક તરીકે નિમણૂંક થઇ. જોકે બે વર્ષના ટૂંકા ગાળામાં જ તેમને આ પદ છોડી દીધું અને ૧૯૨૮ માં વધુ અભ્યાસ માટે જર્મની ચાલ્યાં ગયાં. જર્મનીમાં તેમણે પ્રો. ઇરવીન સ્ટ્રેસમેન ના માર્ગદર્શન હેઠળ બર્લિન્સ નેચરલ હિસ્ટરી મ્યુઝિયમ ખાતે કામ શરુ કર્યું. કામગીરીના ભાગરૂપે તેમને જે.કે. સ્ટેનફોર્ડ દ્વારા બર્માથી એકત્ર કરાયેલી વિવિધ સ્પેસીસ (પ્રજાતિઓ) નો અભ્યાસ કરવાનો હતો. બર્લિનમાં તેમને તે સમયના મુખ્ય પક્ષી વિશેષજ્ઞો બર્નહાર્ડ રેન્ચ, ઓસ્કાર હેઈનરોથ અને અર્ન્સ્ટ માયર સાથે કામ કરવાની તક મળી. અલી અહિયાઅંથી જ બર્ડ રીંગીંગ વિશે જાણકાર બન્યાં.
પક્ષી અભ્યાસ :-
૧૯૩૦ માં સ્વદેશ પરત ફર્યા બાદ તેમણે જોયું કે ભંડોળના અભાવે માર્ગદર્શક અધ્યાપકનું પદ હટાવી દેવામાં આવ્યું છે. વ્યવસ્થિત નોકરીના અભાવે સલીમ અલી અને તેમના પત્ની તેહમીના મુંબઇના કાંઠા વિસ્તાર કિહિમ ખાતે રહેવા લાગ્યાં. અહિયાં તેમને આસપાસના વિસ્તારોનાં પક્ષીઓના અભ્યાસનો પુરો અવકાશ હતો. તેમણે સુગરીના પ્રજનન અને ક્રમશ: બહુપત્નીત્વ સમાગમ સંબંધિત શોધ અવલોકન નોધ્યું. આ સમયગાળામાં હૈદરાબાદ, કોચીન, ત્રાવણકોર, ગ્વાલિયર, ઇન્દોર, ભોપાલ જેવા રજવાડાઓએ પક્ષીઓની મોજાણીનું કામ સાલીમ અલીને સોંપ્યું. આ મોજણી તેમના માટે ભવિષ્યના નવા દ્વાર ખોલનારી નીવડી. જે સંસ્થાએ તેમના બાળમાનસમાં પક્ષી વિષયક જિજ્ઞાસા પોષી હતી તે જ સંસ્થાએ હૈદરાબાદની કામગીરી ના પુરસ્કાર સ્વરુપે સમગ્ર ભારતના બધા જ પ્રદેશોની મોજણીની કામગીરી સાલીમ અલી ને સોંપી.
સન્માન :-
સલીમ અલીએ તેમના પક્ષી અને પ્રકૃતિના અભ્યાસના સંદર્ભે અનેક એવૉર્ડ અને માનદ પદવીઓ પ્રાપ્ત કરી છે. ઘણી બધી સંસ્થાઓને તેમનું નામ આપવામાં આવ્યું છે.
૧૯૫૩ માં એશિયાટીક સોસાયટી ઓફ બંગાળ દ્વારા જોય ગોવિંદા લૉ ગોલ્ડ મેડલ એનાયત થયો.
૧૯૭૦ માં ઇન્ડિયન નેશનલ સાયન્સ અકાદમી દ્વારા સુંદર લાલ હોરા પુરસ્કાર એનાયત થયો.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (૧૯૫૮), દિલ્હી યુનિવર્સિટી (૧૯૭૩) અને આંધ્ર યુનિવર્સિટી (૧૯૭૮) દ્વારા માનદ ડોક્ટરેટની પદવીઓ એનાયત કરવામાં આવેલ છે.
૧૯૬૭ માં બ્રિટીશ ઓર્નીથોલોજીસ્ટ્સ યુનિયન નો ગોલ્ડ મેડલ મેળવનારા પ્રથમ બિન બ્રિટીશ નાગરિક બન્યાં.
૧૯૬૭ માં જ પૌલ ગેટ્ટી વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન પ્રાઇઝ મેળવ્યું.
ભારત સરકાર તરફથી ૧૯૫૮માં પદ્મભૂષણ તથા ૧૯૭૬માં પદ્મવિભૂષણ થી સન્માનિત કરાયાં
૧૯૮૫ માં રાજ્યસભાના સભ્ય બન્યા.
૧૯૯૦ માં ભારત સરકાર દ્વારા કોઈમ્બતૂર ખાતે સાલીમ અલી સેન્ટર ફોર ઓર્નિથોલોજી એન્ડ નેચરલ હિસ્ટરી (SACON) ની સ્થાપના કરવામાં આવી.
પૉન્ડીચરી યુનિવર્સિટી દ્વારા સાલીમ અલી સ્કૂલ ઓફ ઈકોલોજી એન્ડ એનવાયરમેન્ટલ સાયન્સીસની સ્થાપના કરાઈ.
ગોવા સરકારે સલીમ અલી બર્ડ સેંચ્યૂરી ની સ્થાપના કરી
કેરાલા સરકારે વેમ્બનાદ પાસે થટ્ટકલ પક્ષી અભયારણ્યને સલીમ અલીનું નામ આપ્યું.
બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટીના મુંબઈ ખાતેના મુખ્ય મથકને ડૉ.સલીમ અલી ચૉક નામ અપાયું.
૧૯૭૨ માં, કીટ્ટી થોન્ગ્લોગ્યા એ વણઓળખાયેલી પક્ષીની જાતી સાથે સલીમ અલીનું નામ જોડ્યું. ચામાચિડિયાની જવલ્લે જ જોવા મળતી જાતિ લેટીન્ડન્સ ત્યારથી લેટીન્ડન્સ સલીમ અલી તરીકે ઓળખાય છે. આ જ રીતે લાવરી અને સુગરીની એક એક પ્રજાતિ સાથે પણ સાલીમ અલીનું નામ જોડાયું છે. લક્કડખોદની એક પ્રજાતિને તેમની પત્ની તેહમીનાનું નામ અપાયું છે.
૧૨ નવેમ્બર ૧૯૯૬ ના રોજ ભારતીય ડાક વિભાગ દ્વારા સલીમ અલીની જન્મ શતાબ્દી પ્રસંગે ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી. બે ટિકિટના આ સેટમાં એક ટિકિટ પર ભરતપુર પક્ષી અભયારણ્યમાં સારસ અને બીજી ટિકિટ પર સલીમ અલી જોવા મળે છે.
લેખન :-
સલીમ અલીએ વિવિધ સામયિકોમાં ખાસ કરીને જર્નલ ઓફ બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટીમાં નોંધપાત્ર સંખ્યામાં લેખ લખ્યા. ૧૯૩૦ માં લખેલો એક ખૂબ જ લોકપ્રિય લેખ “સ્ટોપીંગ બાય ધ વુડ્સ ઓન સન્ડે મોર્નિંગ” ૧૯૮૪માં તેમના જન્મદિવસે ઇન્ડિયન એક્સપ્રેસમાં પુન:પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ૧૯૪૧ માં તેમના લેખનના ઉત્તમ શૃંગ એવું “ધ બુક ઓફ ઇન્ડિયન બર્ડ્સ” પ્રકાશિત થયું હતું. જોકે ડિલોન રીપ્લેના સહયોગમાં તેમણે ૧૯૬૪ થી ૧૯૭૪ ના ગાળામાં લખેલા “હેન્ડબુક ઓફ ધ બર્ડ્સ ઓફ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાનના” દસ દળદાર ભાગોને તેમના લેખનની આધારશિલા તરીકે જોવામાં આવે છે. ત્રાવણકોર અને કોચીનના પક્ષીઓ(પુનર્મુદ્રણ કેરળના પક્ષીઓ), સિક્કીમના પક્ષીઓ, કચ્છના પક્ષીઓ (પુનર્મુદ્રણ ગુજરાતના પક્ષીઓ), ભારતના શિખર પક્ષીઓ અને પૂર્વીય હિમાલયના પક્ષીઓ, કેટલીક ઓછી કિંમતની પુસ્તિકાઓ સામાન્ય પક્ષીઓ ના શિર્ષક હેઠળ બુક ત્રસત ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પડાઇ હતી.
૧૯૮૫માં તેમની આત્મકથા ‘ધ ફોલ ઓફ સ્પેરો’ (ચકલીનું પતન) લખી જેમાં તેમણે બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટીના સ્વપ્નિલ ભવિષ્ય અને પક્ષી સંરક્ષણના મહત્વ વિષે વિશદતાથી લખ્યું છે. ૨૦૦૭માં તેમના વિદ્યાર્થી તારા ગાંધી દ્વારા તેમના ટૂંકા પત્રો અને અન્ય લખાણોનું સંપાદન પ્રકાશિત કરાયું.
૯૦ વર્ષની ઉંમરે ૨૦મી જૂન ૧૯૮૭ ના રોજ પ્રોસ્ટેટ કેન્સરના કારણે તેમનું મુંબઈ ખાતે અવસાન થયું.
: જય હિંદ 🇮🇳
: માહિતીનો સ્રોત :- વિકિપીડિયા અને ઈન્ટરનેટ..
મૌલિક ઠાકર ✍️
(𝓜𝓪𝓾𝓵𝓲𝓴 𝓣𝓱𝓪𝓴𝓪𝓻)
આજે હું લઈને આવ્યો છું સ્વતંત્ર ભારતનાં પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદ વિશે સંપૂર્ણ માહિતી 👇
દરેક સમાજ ઉત્કર્ષ માટે આતુર હોય છે બસ તેને સાચું કહેનારા અને અરીસો દેખાડનારા મર્દની જરૂર હોય છે તેમજ નેતૃત્વ કરનારા આગેવાનની જરૂર હોય છે..દિગ્દર્શક તો ઘણા મળી જાય છે, પણ ભોમિયા ભાગ્યે જ મળે છે..
તેઓ ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી હતા..ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ શિક્ષક દિન તરીકે મનાવાય છે તો અબુલ કલામ આઝાદનો જન્મદિન શિક્ષણ દિન તરીકે ઉજવાય છે..તેમનો જન્મ ઇસ્લામ ધર્મના પવિત્ર શહેર મક્કામાં થયો હતો..જો કે, તેઓ બે વર્ષના હતા ત્યારે તેમના પિતા ત્યાંથી કલકત્તા આવીને વસ્યા..
તેમનો પરિવાર વિદ્વદ્જનોનો મેળાવડો હતો..તેઓ રાજાશાહીને પસંદ કરતા નહોતા એટલે જ તેમના પરિવારની ક્યારેય રાજાઓ સાથે બનતી નહીં..તેમના પૂર્વજોમાંના એક હતા મૌલાના જમાલુદ્દીન ઉર્ફ દિલ્હીના શેખ બહલોલ તેઓ અકબરના સમકાલીન હતા..
અકબરે જ્યારે દિન-એ-ઇલાહીનો પ્રચાર કરવાના પ્રયત્નો આદર્યા ત્યારે મૌલાના જલાલુદ્દીને તેના મુસદ્દા પર હસ્તાક્ષર કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો..જમાલુદ્દીનના દીકરા શેખ મોહમ્મદે જહાંગીર સામે ઝૂકવાનો નનૈયો ભણી દીધો હતો..આ ગુસ્તાખી બદલ તેમને ગ્વાલિયરના કિલ્લામાં કેદ કરવામાં આવેલા..મૌલાના આઝાદ આ જ પરંપરાના મશાલચી હતા અને અંગ્રેજો સાથે એ પ્રમાણેનો જ વ્યવહાર દાખવતા હતા..
ગઝલ લેખનનો બાળપણથી શોખ હતો..આઝાદ તખલ્લુસ હતું..શાયરોની સૂચિમાં પહેલું નામ આવે એટલે અ-થી શરૂ થતું તખલ્લુસ રાખેલું..૧૩ વર્ષની ઉંમરે ઝુલેખા બેગમ સાથે નિકાહ થયા..હસીન નામનો એક દીકરો અવતર્યો..તે માત્ર ચાર વર્ષની ઉંમરે જન્નતનશીન થયો..
૧૯૪૨માં તેમને મુંબઈ ખાતે કોંગ્રેસનાં હંગામેદાર અધિવેશનની અધ્યક્ષતા કરવાની હતી એ સમયે તેમના પત્ની ખૂબ બીમાર હતાં, પણ આઝાદે ઘરને બદલે દેશને પ્રાયોરિટી આપી..તેની પરવા કર્યા વિના તેઓ નીકળી ગયા..આઝાદ મેદાનમાં તેમની ધરપકડ થઈ..અહમદનગરના કિલ્લામાં કેદ કરવામાં આવ્યા..
નહેરુ પણ ત્યાં જ હતા..દરમિયાન ખબર આવ્યાં કે તેમના પત્નીનો દેહાંત થયો છે..નહેરુ, ગાંધી, અબુલ કલામ આઝાદ સહિત કેટ-કેટલા મહાપુરુષોએ દેશને આઝાદ કરવવા માટે પોતાના અંગત જીવનનું બલિદાન આપ્યું છે..સામાન્ય માનવીને આના વિશે કોઈ અંદાજ નથી..
મહાદેવભાઈ દેસાઈએ મૌલાના અબુલ કલામ આઝાદ પર ૧૯૪૦માં એક પુસ્તક લખ્યું..તે એક સંસ્મરણાત્મક જીવનચરિત્ર હતું..મહાદેવભાઈએ ગાંધીજીને પ્રસ્તાવના લખી આપવા અનુરોધ કર્યો.. ૧૮મી મે ૧૯૪૦ના રોજ સેવાગ્રામમાં ગાંધી બાપુએ મૌલાના વિશે લખ્યું, મને રાષ્ટ્રીય કામકાજ સંદર્ભે ૧૯૨૦થી મૌલાના અબુલ કલામ આઝાદના સંપર્કમાં રહેવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે..
ઈસ્લામનું જ્ઞાાન તેમને જેટલું છે એટલું કોઈને નહીં હોય..તેમની શ્રદ્ધા ઈસ્લામમાં જેટલી છે એટલી જ રાષ્ટ્રવાદિતામાં પણ છે..આજે તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં સર્વોચ્ચ પદ પર બિરાજે છે..તેનો અર્થ એ થયો કે કોઈપણ અભ્યાસુએ તેમની ઉપેક્ષા કરવી જોઈએ નહીં..

જવાહરલાલ નહેરુએ મૌલાના અબુલ કલામ આઝાદનું આનાથી પણ વધારે પ્રગાઢ અને આનાથી પણ વધારે ઉંડાણસભર વિશ્લેષણ કર્યું છે..ડિસ્કવરી ઑફ ઇંડિયામાં તેમણે લખ્યું છે, હિંદુસ્તાનનાં મુસલમાનોના મગજના વિકાસ માટે ૧૯૧૨ એક ખૂબજ મહત્ત્વનું વર્ષ છે..ત્યારે બે સાપ્તાહિક શરૂ થયા..એક અલ હીલાલ, જે ઉર્દૂમાં હતું અને બીજું ધ કોમરેડ, જે હિંદીમાં હતું..અલ હિલાલ કોંગ્રેસનાં વર્તમાન સભાપતિ અબુલ કલામ આઝાદે ચલાવ્યું હતું..
ત્યારે તેઓ કેવળ ૨૪ વર્ષના નવજવાન હતા..તેમનો અભ્યાસ કૈરોની અલ-અઝહર યુનિવર્સિટીમાં થયો હતો..તેઓ માત્ર ૧૫-૨૦ વર્ષની ઉંમરમાં અરબી અને ફારસીના જ્ઞાાન માટે મશહૂર થઈ ગયા હતા..તેમને હિંદુસ્તાન બહારની ઈસ્લામિક દુનિયા વિશે સારી માહિતી હતી..ત્યાં ચાલતા સુધારાત્મક આંદોલનોથી તેઓ સુપેરે પરિચિત હતા..તેમને યુરોપને લગતી બાબતોની પણ સારી સમજ હતી..
નહેરુએ લખ્યું છે, મૌલાના આઝાદનો અભિગમ બુદ્ધિવાદી હતો અને તેમને ઇસ્લામી સાહિત્ય તથા ઈતિહાસનું પણ સંપૂર્ણ જ્ઞાાન હતું..તેમણે ઇસ્લામિક ધર્મગ્રંથોની બૌદ્ધિક દૃષ્ટિકોણથી વ્યાખ્યા કરેલી. તેઓ ઈસ્લામિક પરંપરાથી છલોછલ હતા..મિસર, તુર્કી, સીરિયા, પેલેસ્ટાઇન, ઈરાક અને ઈરાનના ઈસ્લામિક નેતાઓ સાથે તેમના વ્યક્તિગત સંબંધો હતા..આ દેશોની સામાજિક અને રાજકીય સ્થિતિની તેમના પર દૃઢ અસર હતી..
પોતાના આર્ટીકલ્સને કારણે ઈસ્લામિક દેશોમાં બીજા કોઈપણ હિંદુસ્તાની મુસલમાન કરતા તેઓ વધારે પ્રસિદ્ધ હતા..તુર્કી જે લડાઈમાં ફસાયેલું હતું તેમાં તેમને ભારે રસ પડેલો..તુર્કી માટે તેમના મનમાં હમદર્દી પ્રગટ થઈ, પરંતુ તેમના દૃષ્ટિકોણમાં અને અન્ય બુઝુર્ગ મુસ્લિમ નેતાઓના દૃષ્ટિકોણમાં તફાવત હતો..
તેમનો દૃષ્ટિકોણ વિસ્તૃત અને તર્કસંગત હતો..વહેવારમાં પણ ક્યાંય સામંતવાદ, સંકુુચિત ધાર્મિકતા કે સામ્પ્રદાયિક અલગતાના દર્શન થતા નહોતા..તેમના આ ગુણોએ જ તેમને હિંદુસ્તાની રાષ્ટ્રીયતાના તરફદાર બનાવી દીધા..
તુર્કી અને બીજા ઈસ્લામિક દેશોમાં તેમણે રાષ્ટ્રીયતાની પ્રગતિ જાતે જોઈ હતી..આ જાણકારીનો તેમણે ભારતમાં ઉપયોગ કર્યો અને ભારતના રાષ્ટ્રીય આંદોલનોને પણ એ જ પરિપ્રેક્ષમાં નિહાળવા લાગ્યા..
હિંદુસ્તાનમાં રહેતા બીજા મુસલમાનોને બહારના દેશોમાં થતા આંદોલનોની ભાગ્યે જ જાણકારી હતી..તેઓ સામંતી વાતાવરણથી ઘેરાયેલા હતા.. તેઓ તુર્કીને ધર્મના ચશ્માંથી જોતા હતા..તેમનો નાતો તુર્કીની માત્ર ધાર્મિક બાબતો સાથે હતો..
મૌલાના આઝાદ અવ્વલ દરજ્જાના પત્રકાર અને સંપાદક તરીકે પણ ખ્યાત છે..નહેરુએ તેમના પત્રકારત્વ વિશે પણ સવિસ્તાર લખ્યું છે..તેઓ લખે છે, અબુલ કલામ આઝાદે તેમના સાપ્તાહિક મેગેઝિન અલ હિલાલમાં નવી જ ભાષામાં વાત કરી.. આ ભાષા માત્ર વિચાર કે અભિગમની દૃષ્ટિએ નવી નથી બલ્કે તેની રચના પણ તદ્દન જુદા પ્રકારની છે..
તેની શૈલીમાં રહેલા જોર અને તેમની મર્દાનગીને કારણે આવું બન્યું છે..ફારસી પૃષ્ઠભૂમિને કારણે ઘણી વખત તો સમજવામાં મુશ્કેલી થતી હતી..નવી વાત કહેવા માટે તેમણે નવી શબ્દાવલીનો ઉપયોગ કર્યો..ઉર્દૂ ભાષા આજે જેવી છે તેને તેવી બનાવવામાં નિશ્ચિતપણે એક ભૂમિકા ભજવી..મુસલમાનોના જૂના કટ્ટરપંથી નેતાઓની વિચારણસરણીમાં આઝાદની વાત બંધ બેસતી નહોતી એટલે તેમણે તેમના વિચારો અને અભિગમની જોરદાર ટીકા કરી.. આમાંના કાબેલથી કાબેલ લોકો ધર્મગ્રંથ, પરંપરા કે બીજી કોઈપણ દલીલમાં તેમની સામે ટકી શકતા નહોતા કારણ કે એ બધી બાબતોમાં આઝાદને તેમના કરતા ઘણું વધારે જ્ઞાાન હતું..તેમનામાં મધ્યયુગનો ઇલ્મ, ૧૮ મી સદીનો તર્કવાદ અને સાંપ્રત દૃષ્ટિકોણનો સંગમ હતો..
તેમના વિચારોએ બુદ્ધિજીવી મુસ્લિમોમાં ભારે હલચલ મચાવી દીધી હતી..૧૯૧૪માં અંગ્રેજ સરકારે તેમનો પ્રેસ જપ્ત કરી લેતા અલ હિલાલનું સંપાદન બંધ થયું..આથી તેમણે નવું સાપ્તાહિક અલ-બલાગ શરૂ કર્યું..બ્રિટિશ સરકારે તેમને ૧૯૧૬માં કેદ કરતા એ સિલસિલો પણ બંધ થયો..તેઓ ચાર વર્ષ જેલમાં કેદ રહ્યા..
જેવા બહાર આવ્યા કે ઇંડિયન નેશનલ કોંગ્રેસમાં સ્થાન બનાવ્યું..કોંગ્રેસની કાર્યકારિણીનું મહત્ત્વનું અંગ બની ગયા..નાની ઉંમરે તેમની ગણના ટોચના નેતાઓમાં થવા લાગી..રાષ્ટ્રીય અને રાજકીયની સાથોસાથ તેમની પાસેથી સામ્પ્રદાયિક અને લઘુમતીને સ્પર્શતી બાબતોની પણ સલાહ લેવામાં આવતી..તેમની સલાહ ખૂબજ મૂલ્યવાન ગણાતી..તેમણે જીવનનો લાંબો વખત જેલમાં પસાર કર્યો..
તેઓ અવાર-નવાર એજ્યુકેશન સિસ્ટમ વિશે વાત કરતા ને માત્ર વાતો જ ન કરી શિક્ષણ મંત્રી બન્યા પછી શિક્ષણ વ્યવસ્થાને દુરસ્ત કરવામાં અગ્રેસર રહ્યા..
આજે દેશમાં જે કોલેજો અને વિશ્વ વિદ્યાલયો છે તેમાંથી ઘણી ખરી તેમની દેણગી છે..મદરેસા સિસ્ટમનો આકરો વિરોધ કરેલો તેઓ કહેતા, કે આ વ્યવસ્થા સમયથી ઘણી પાછળ ચાલી રહી છે..વિભાજન પછી હિંદુ-મુસ્લિમ એકતા માટે ઘણી લડતો લડી જ્યારે દેશ રમખાણમાં સળગી રહ્યો હતો ત્યારે તેઓ હરીફરીને શાંતિની ભિખ માગી રહ્યા હતા..
તુર્કીમાં ધ્વસ્ત કરાયેલી ખલિફતના વિરોધમાં તેમણે ખિલાફત આંદોલન છેડેલું..માત્ર ૩૫ વર્ષની વયે કોંગ્રેસ અધ્યક્ષ બન્યા..દેશના પ્રથમ શિક્ષણ મંત્રી તરીકે જવાબદારી ઉપાડી..૧૮૮૮માં જન્મ અને ૧૯૫૮ માં મૃત્યુ..૭૦ વર્ષનું જીવન જીવ્યા..૧૯૯૨માં ભલે મરણોપરાંત ભારત રત્ન મળ્યો, પરંતુ તેમણે મરતા પહેલા દેશને આપવામાં કશું જ બાકી રાખ્યું નહોતું..
૧૯૪૭ માં દિલ્હીની જામા મસ્જિદમાં તેમણે ઐતિહાસિક ભાષણ આપ્યું હતું..ભાગલાના ઘાવ તાજા હતા ત્યારે તેમણે મુસ્લિમ ભાઈઓને કહેલું, વિશ્વાસ કરો, આ આપણો દેશ છે..આપણે આમના માટે જ છીએ અને આમની તકદીરના પાયાના નિર્ણયો આપણા અવાજ વિના અધૂરા રહેશે..
તેમણે કુરાનનું ક્વોટ ટાંકેલું,
હૃદયને દુષિત ન કરતા, દુઃખ ન લગાડતા..
જો તમે મોમિન (ઇમાનદાર) છો તો તમે ગાલિબ (વિજેતા) બનશો..
જય હિંદ 🇮🇳
માહિતીનો સ્રોત :- ઈન્ટરનેટ..
મૌલિક ઠાકર ✍️
(𝓜𝓪𝓾𝓵𝓲𝓴 𝓣𝓱𝓪𝓴𝓪𝓻)
: દર વર્ષે ૦૯ નવેમ્બરનાં રોજ ભારતમાં રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ તરીકે ઊજવવામાં આવે છે..
: સુપ્રીમ કોર્ટ દ્વારા વર્ષ ૧૯૯૫ માં મહિલા, બાળકો, વિકલાંગો, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), અન્ય પછાત વર્ગો (OBC) અને કુદરતી આફતોનો ભોગ બનેલાં લોકોને સરળતાથી કાનૂની મદદ મળે તે હેતુથી “લીગલ સર્વિસેસ ઓથોરિટીઝ એક્ટ” – ૦૯ નવેમ્બર , ૧૯૯૫ નાં રોજ પસાર કરવામાં આવ્યો હતો..

: આ દિવસની ઉજવણી દેશનાં તમામ રાજ્યોનાં પાટનગર ખાતે કરવામાં આવે છે..
: આ દિવસ ઊજવવાનો મુખ્ય હેતુ કાયદા અને બંધારણ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો છે..
: જય હિંદ 🇮🇳
: માહિતીનો સ્રોત :- બુકબર્ડ અને ઈન્ટરનેટ..
મૌલિક ઠાકર ✍️
(𝓜𝓪𝓾𝓵𝓲𝓴 𝓣𝓱𝓪𝓴𝓪𝓻)
INS – ઐરાવત ૧૦૦ ટન ખાદ્ય સહાય સાથે સુદાન પહોંચ્યું..
: મિશન સાગર – ૦૨ નાં ભાગરૂપે ‘ભારતીય નૌકા શિપ’ ( INS ) “ઐરાવત” ૧૦૦ ટન ખાદ્ય સહાય સાથે સુદાન પહોંચ્યું..
: મિશન સાગર – ૦૨ અંતર્ગત INS ઐરાવત કોવિડ – ૧૯ રોગચાળા વચ્ચે સુદાન, દક્ષિણ સુદાન, જબુતી અને એરિટ્રિયાને અન્ન સહાય પહોંચાડશે..
: ભારત સરકારે કુદરતી આફતો અને કોવિડ – ૧૯ રોગચાળાને પહોંચી વળવા મૈત્રીપૂર્ણ વિદેશી દેશોને સહાયતા આપવા મિશન સાગરની પહેલ શરૂ કરી છે..

: મિશન સાગર – ૦૨ એ મિશન સાગર – ૦૧ નું સ્થાન લેશેજે મે – જૂન ૨૦૨૦ માં હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભારતે માલદીવ, મોરેશિયસ, સેશેલ્સ, મેડાગાસ્કર અને કોમોરોઝને ખોરાક અને દવાઓ પ્રદાન કરી હતી..
: Security And Growth For All In The Region (SAGAR) ભારત દ્વારા તેના સમુદ્રી પડોશીઓ સાથેના સંબંધોને મહત્ત્વ આપવા અને હાલના સંબંધને વધુ મજબૂત કરવા શરૂ કરાયું છે..
: જય હિંદ 🇮🇳
: માહિતીનો સ્ત્રોત :- બુકબર્ડ અને ઈન્ટરનેટ..
મૌલિક ઠાકર ✍️
(𝓜𝓪𝓾𝓵𝓲𝓴 𝓣𝓱𝓪𝓴𝓪𝓻)
રાષ્ટ્રીય કૅન્સર જાગરૂકતા દિવસ – “ભારતમાં”..
: દર વર્ષે ૦૭ નવેમ્બરનાં રોજ “રાષ્ટ્રીય કૅન્સર જાગરૂકતા દિવસ” ( National Cancer Awareness Day ) ની ઉજવણી કરવામાં આવે છે..

: વર્ષ ૨૦૧૪ માં કેન્દ્રીય આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન દ્વારા કૅન્સરની પ્રારંભિક તપાસ અને ઉપચાર પર ભાર આપવા માટે આ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો..
: જ્યારે શરીરમાં આવેલી કોશિકાઓની અસામાન્ય વૃદ્ધિ થાય છે ત્યારે તે અન્ય પેશી પર હુમલો કરે છે અને શરીરના વિવિધ ભાગોને ગંભીર અસર કરે છે જેને કૅન્સર કહેવામાં આવે છે..
વિશેષ :-
: વિશ્વ કૅન્સર દિવસની ઉજવણી ૦૪ ફેબ્રુઆરીનાં રોજ કરવામાં આવે છે..
: ભારતમાં કરોડો લોકો કૅન્સરની બીમારીઓથી પીડાય છે અને હજારો લોકો મોતને ભેટે છે..

સારવાર માટે લાઈનમાં રહેલાં દર્દીઓ..
: ભારતનાં પંજાબ રાજ્યનાં “ભટીન્ડા/Bathinda” થી રાજસ્થાનનાં “બિકાનેર” સુધી કૅન્સર એક્સપ્રેસ દોડાવવામાં આવે છે જેમાં મોટાભાગનાં લોકો કૅન્સરનાં દર્દી હોય છે..

કૅન્સર એક્સપ્રેસમાં રહેલ દર્દી..
: જય હિંદ 🇮🇳
: માહિતીનો સ્ત્રોત :- બુકબર્ડ અને ઈન્ટરનેટ..
મૌલિક ઠાકર ✍️
(𝓜𝓪𝓾𝓵𝓲𝓴 𝓣𝓱𝓪𝓴𝓪𝓻)