PPL (પ્લાસ્ટિક પ્રીમિયર લીગ)
: ઇન્દોરમાં પ્લાસ્ટિક પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે..
: મધ્યપ્રદેશનાં ઇન્દોર શહેરને સિંગલ – યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવા માટે એક અનોખી પ્લાસ્ટિક પ્રીમિયર લીગ (PPL) ટૂર્નામેન્ટ રમાઇ રહી છે..
: ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ૧૯ ઝોનને કુલ ચાર ટીમોમાં વહેંચવામાં આવ્યાં છે..
: સ્પર્ધા માટે ટીમના કેપ્ટન અને રેડિયો જોકી નાગરિકોને તેમના રેડિયો સ્ટેશનથી વધુને વધુ પ્લાસ્ટિક દાન કરવા માટે પ્રોત્સાહિત કરશે..
: મ્યુનિસિપલ કાર્યકરો અને પાંચ વાહનો દ્વારા પ્લાસ્ટિક એકત્રિત કરશે..
: ૪૫ દિવસની આ સ્પર્ધામાં સૌથી વધુ સિંગલ – યુઝ પ્લાસ્ટિક એકત્રિત કરનારી ટીમને PPL ટ્રૉફી આપવામાં આવશે..
: ઇન્દોરને અત્યાર સુધીમાં ચાર વખત દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે સન્માનિત કરવામાં આવ્યું છે..
વિશેષ :
: મધ્યપ્રદેશ ભારતનું બીજું સૌથી મોટું રાજ્ય છે..(વિસ્તારની દ્રષ્ટિએ..)
: મધ્યપ્રદેશ રાજ્યની સરહદ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ઉત્તરપ્રદેશ સાથે જોડાયેલ છે..
: હાલનાં મુખ્યમંત્રી (અનુ.૧૬૪) – શિવરાજસિંહ ચૌહાણ
: હાલનાં રાજ્યપાલ (અનુ.૧૫૩) – આનંદીબહેન પટેલ
: મુખ્યમથક – ભોપાલ
: જય હિંદ 🇮🇳
: માહિતીનો સ્ત્રોત :- બુકબર્ડ અને ઈન્ટરનેટ..
મૌલિક ઠાકર ✍️
(𝓜𝓪𝓾𝓵𝓲𝓴 𝓣𝓱𝓪𝓴𝓪𝓻)