: વિશ્વનું પ્રથમ વિજ્ઞાન આધારિત કાર્ટુન પુસ્તક – ”Bye Bye Corona” વિશે જાણીએ..🙂
: વિજ્ઞાન આધારિત કાર્ટૂન પુસ્તક ”Bye Bye Corona” ઉત્તર પ્રદેશનાં (વધારાનાં હવાલા તરીકે મધ્યપ્રદેશનો પણ રાજ્યપાલ તરીકેનો ચાર્જ તેઓ સંભાળે છે..) રાજ્યપાલ આનંદીબેન (ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી..) પટેલનાં હસ્તે વિમોચન કરવામાં આવ્યું છે..
: રાજધાની લખનઉ ખાતે આવેલી CSIR – Central Drug Research Institute નાં ભૂતપૂર્વ વરિષ્ઠ આચાર્ય વૈજ્ઞાનિક ડૉ. પ્રદીપ શ્રીવાસ્તવ દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે..
: આ પુસ્તકનું 3D Version બનાવવાનું ભવિષ્યમાં આયોજન છે..
: આ પુસ્તકમાં કોરોના મહામારી, તેનાં લક્ષણો અને સાવચેતી દ્વારા તેના નિવારણ વિશેની વિસ્તૃત માહિતી આપેલી છે..
: આ પુસ્તકનો મૂળ હેતુ લોકોને COVID – 19 (Corona Virus Disease – 2019) વિશે જાગૃત કરવાનો છે..
વિશેષ :-
૧) ભારતનું સૌથી વધારે વસ્તી અને જિલ્લા ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે.. (કુલ ૭૫ જિલ્લા છે..)
૨) રાજધાની : લખનઉ..
૩) મુખ્યમંત્રી (અનુ.૧૬૪) : યોગી આદિત્યનાથજી..
૪) રાજ્યપાલ (અનુ.૧૫૩) : શ્રીમતી આનંદીબહેન પટેલ.. (વર્ષો બાદ ઉ.પ્ર.ને મહિલા રાજ્યપાલ મળ્યાં છે.. આ પહેલાં સરોજિની નાયડુએ (ભારતની બુલબુલ) ઉ.પ્ર.નાં રાજ્યપાલ તરીકે સેવા આપી છે..)
: જય હિંદ 🇮🇳
: માહિતીનો સ્ત્રોત :- બુકબર્ડ અને ઈન્ટરનેટ..
મૌલિક ઠાકર ✍️
(𝓜𝓪𝓾𝓵𝓲𝓴 𝓣𝓱𝓪𝓴𝓪𝓻)